wahwaDani heriyen - Lokgeeto | RekhtaGujarati

વાહવાડાની હેરીયેં

wahwaDani heriyen

વાહવાડાની હેરીયેં

વાહવાડાની હેરીયેં નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

માકડી મોસ્યુંનો નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

ભમરીયાં પટાંનો નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

કાજળી આંખ્યોનો નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

અમળીયા ખભાંનો નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

સામળી સાતીનો નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

પાતળી કેડ્યાંનો નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

કાનાં’માં કઠોડા નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

હાથાંમાં ભોરીલાં નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

કેડ્યાંમાં કણદોરો નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

ખાંદે બંદુક્યાં નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

હાથુમાં તરવાર્યાં નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

સોનીડાંના હાટાં નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

કઠોડા મૂલાવે નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

હરામીને હાટાં નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

ભોરીલાં મૂલાવે નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

કંદોરા મૂલાવે નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

ધોરીડા મૂલાવે નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

ઘોડીલા મૂલાવે નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

ભેંસડી મૂલાવે નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

ગાવડી મૂલાવે નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

વાહવાડેની હેર્યાં નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

હુતાર્યા વાડ્યામાં નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

કામઠી ઘડાવે નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

સમર્યાં વાડ્યામાં નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

કામઠી નંદરાવે નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

હગાર્યા વાડ્યામાં નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

હરીયો વહરાવે નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

લવાર્યા વાડ્યામાં નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

ભાલડી ઘડાવે નરહિંગ ઝોલાં લેરે ઝોલાં લે. (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957