waDlani waDwai re - Lokgeeto | RekhtaGujarati

વડલાની વડવાઈ રે

waDlani waDwai re

વડલાની વડવાઈ રે

વડલાની વડવાઈ રે એનાં વડલા હો માંય,

સડી ગઈ હો સેલી રે હો મોતીયાર,

હાથમાં ભોરીલાં એનાં વડલા હો માંય,

પેરી ગીયો સેલી રે હો મોતીયાર રાણીજાયો,

કેડ્યાંના કંદોરા એના વડલા હો માંય,

પેરી ગીયો સેલી રે મોતીયાર રાણીજાયો,

કાનાંના કઠોડા એના વડલા હો માંય,

પેરી ગીયો સેલીરે હોરે મોતીયાર રાણીજાયો.

વડલારે હો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957