inni waDiyanman kalengaDun - Lokgeeto | RekhtaGujarati

ઈંની વાડિયાંમાં કાળેંગડું

inni waDiyanman kalengaDun

ઈંની વાડિયાંમાં કાળેંગડું

ઈંની વાડિયાંમાં કાળેંગડું સોપાડ્યું રે,

ઢોલા કાળેંગડું (2)

ઢોલા હિરીયાંમાં કાલેંગડું પથરાયું રે,

ઢોલા કાળેંગડું (2)

ઢોલા મારે ને મારા હાહરાને નૈ બણે રે,

ઢોલા કાળેંગડું (2)

પરણ્યા બારે બારે વરહાંની નોકરી રે,

ઢોલા કાલેંગડું. 92)

ઢોલા મારે ને મારા જીઠજીને નૈ બણે રે,

ઢોલા કાળેંગડું (2)

ઢોલા મારે ને મારી હાહુડીને નૈ બણે રે,

ઢોલા કાળેંદડું (2)

પરણ્યા મને તી કેને આસરે મેલહો રે,

ઢોલા કાળેંગડું (2)

પછી દિયર, નણંદી. વગેરેનાં નામ જોડે છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 132)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957