madhuras morli - Lokgeeto | RekhtaGujarati

મધુરસ મોરલી

madhuras morli

મધુરસ મોરલી

મધુરસ મોરલી બજાવજે, કનૈયા!

જમુનાનો ઘાટ ગજાવજે, કનૈયા!

મોરલીમાં મો’યા શંકર જોગી, કનૈયા!

મોરલીમાં મો’યા શંકર જોગી, કનૈયા!

મોરલીમાં બ્રહ્મા વિષ્ણુ ભૂલ્યા, કનૈયા!

મધુરસ મોરલી બજાવજે, કનૈયા!

જમનાનો ઘાટ ગજાવજે, કનૈયા!

મોરલીમાં ડોલે તરૂપાન, કનૈયા!

મોરલીમાં નાચે થઈ થઈ કાન, કનૈયા!

મધુરસ મોરલી બજાવજે, કનૈયા!

જમુનાનો ઘાટ ગજાવજે, કનૈયા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968