rasiline panno rang lagyo - Lokgeeto | RekhtaGujarati

રસીલીને પાનનો રંગ લાગ્યો

rasiline panno rang lagyo

રસીલીને પાનનો રંગ લાગ્યો

રસીલીને પાનનો રંગ લાગ્યો,

છબીલીને પાનનો રંગ લાગ્યો,

હોંશીલીને પાનનો રંગ લાગ્યો.

ધ્રણ્યના વીરા તંબોળીવાડે ગ્યા’તા,

પાન સાટે પાંદડાં ચૂંટી લાવ્યા.

માડીના જાયા! પાંદડાં શીદ લાવ્યા?

રસીલીને પાનનો રંગ લાગ્યો,

છબીલીને પાનનો રંગ લાગ્યો,

હોંશીલીને પાનનો રંગ લાગ્યો.

ધ્રણ્યના સ્વામી તંબોળીવાડે ગ્યા’તા,

પાન સાટે પાનનાં બીડાં લાવ્યા.

હોશિયાર, પાન તો ભલે લાવ્યા,

સાસુના જાયા, પાન તો ભલે લાવ્યા.

રસીલીને પાનનો રંગ લાગ્યો,

છબીલીને પાનનો રંગ લાગ્યો,

હોંશીલીને પાનનો રંગ લાગ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959