un to udepariya ray - Lokgeeto | RekhtaGujarati

ઉં તો ઉદેપરિયા રાય

un to udepariya ray

ઉં તો ઉદેપરિયા રાય

ઉં તો ઉદેપરિયા રાય તમને વીનવું

તમારી મોટેરો ઉધારે અમને આલ

રાજાની રાયકુંવરી પઈણે સે

ઉં તો નસવાડીના રાય તમને વીનવું

તમારી ગાડીઓ ઉધારે અમને આલ

રાજાની બજીબા પઈણે સે.

ઉં તો બોરિયાસિયારામ તમને વિનવું

તમારા હાથીળા ઉધાર અમને આલ

રાજાની બજીબા પઈણે સે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964