uDi hali pardesh - Lokgeeto | RekhtaGujarati

ઊડી હાલી પરદેશ

uDi hali pardesh

ઊડી હાલી પરદેશ

ઊડી હાલી પરદેશ, લાડુડી ઊડી હાલી રે!

તરણેતરનો મેળો, લાડુડી ઊડી હાલી રે!

બે જોડ કડલાં ક્યાંથી, લાડુડી ઊડી હાલી રે!

મોહન કે બસ મારાં લીધેલાં, લાડુડી ઊડી હાલી રે!

ઊડી હાલી પરદેશ, લાડુડી ઊડી હાલી રે!

તરણેતરનો મેળો, લાડુડી ઊડી હાલી રે!

બે જોડ ઘાઘરાં ક્યાંથી, લાડુડી ઊડી હાલી રે!

મોહન કે બસ મારાં લીધેલાં, લાડુડી ઊડી હાલી રે!

ઊડી હાલી પરદેશ, લાડુડી ઊડી હાલી રે!

તરણેતરનો મેળો, લાડુડી ઊડી હાલી રે!

બે જોડ સાડલાં ક્યાંથી, લાડુડી ઊડી હાલી રે!

મોહન કે બસ મારાં લીધેલાં, લાડુડી ઊડી હાલી રે!

ઊડી હાલી પરદેશ, લાડુડી ઊડી હાલી રે!

તરણેતરનો મેળો, લાડુડી ઊડી હાલી રે!

બે જોડ દાણિયા ક્યાંથી, લાડુડી ઊડી હાલી રે!

મોહન કે બસ મેં લીધેલાં, લાડુડી ઊડી હાલી રે!

ઊડી હાલી પરદેશ, લાડુડી ઊડી હાલી રે!

તરણેતરનો મેળો, લાડુડી ઊડી હાલી રે!

બે જોડ હાંહડી ક્યાંથી, લાડુડી ઊડી હાલી રે!

મોહન કે બસ મેં લીધેલાં, લાડુડી ઊડી હાલી રે!

તરણેતરનો મેળો, લાડુડી ઊડી હાલી રે!

ઊડી હાલી પરદેશ, લાડુડી ઊડી હાલી રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 232)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957