garbi rame chhe - Lokgeeto | RekhtaGujarati

ગરબી રમે છે

garbi rame chhe

ગરબી રમે છે

જોનાગઢથી ગોવાલણ ઉતરી રે,

મથુરામાંથી ઉતર્યા કા’ન રે;

ગરબી રમ જોવા આવજો રે.

વાલા આજ આયા પરોણલા રે,

વાલા, ચ્યાંજ ઓતારા દેશ રે?

ગરબી રમ જોવા આવજો રે.

ઈને ઓતારા દેશું ઓરડા રે,

ઈને મેડી કેરા મો’લ દેશ રે;

ગરબી રમ જોવા આવજો રે.

જોનાગઢથી ગોવાલણ ઊતરી રે,

મથુરામાંથી ઊતર્યા કા’ન રે;

ગરબી રમ જોવા આવજો રે.

રસપ્રદ તથ્યો

આ ગીત ગોરજ ગામના શાન્તાબેન પરમાર પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 168)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968