ઠાકોર ગયા છે બાડોલી
thakor gaya chhe baDoli
ઠાકોર ગયા છે બાડોલી રીંગણી ડોલારે!
ઠાકોર કેટલા દાળે આવશે, રીંગણી ડોલારે!
ઠાકોર દસ દાળે આવશે, રીંગણી ડોલારે!
ઠાકોર શું શું લઈ આવસે, રીંગણી ડોલારે!
ઠાકોર ઘીના પૂડા લાવસે, રીંગણી ડોલારે!
ઠાકોર ગયા છે બાડોલી, રીંગણી ડોલારે!
thakor gaya chhe baDoli ringni Dolare!
thakor ketla dale awshe, ringni Dolare!
thakor das dale awshe, ringni Dolare!
thakor shun shun lai aawse, ringni Dolare!
thakor ghina puDa lawse, ringni Dolare!
thakor gaya chhe baDoli, ringni Dolare!
thakor gaya chhe baDoli ringni Dolare!
thakor ketla dale awshe, ringni Dolare!
thakor das dale awshe, ringni Dolare!
thakor shun shun lai aawse, ringni Dolare!
thakor ghina puDa lawse, ringni Dolare!
thakor gaya chhe baDoli, ringni Dolare!



(હોળી વખતે)
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 66)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963