teDan - Lokgeeto | RekhtaGujarati

તેડાં

teDan

તેડાં

કાળકા કાળે ઘોડે આવે મારી અંબાવ રે....મા

રાંદલ રથે બેસી આવે મારી અંબાવ રે....મા

વેરાઈ વેલ્યે બેસી આવે મારી અંબાવ રે....મા

બહુચર છૂટે ચરણે આવે મારી અંબાવ રે....મા

ચારે વાવલડી ખોદાવી મારી અંબાવ રે....મા

વાવનાં પાણી અમૃત વાણી મારી અંબાવ રે....મા

માને મોટા જગન થાય છે મારી અંબાવ રે....મા

માને ચરુએ ખીર રંધાય છે મારી અંબાવ રે....મા

માને ચીર ચૂંદડી હોમાય છે મારી અંબાવ રે....મા

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 178)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શ્રીમતી મનોરમા ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959