tarowar rachiya - Lokgeeto | RekhtaGujarati

તરોવર રચિયા

tarowar rachiya

તરોવર રચિયા

હા મૂળ વના રે એક તરોવર રચિયા,

ફૂલ ફળ લાગ્યાં રે જી!

સત રે વચને, કરી લો જાદવા

તો સદગુરુ મેરા રે હો જી!

એક ડાળે દો પંખિયા બેઠા,

એક ગુરુ બીજા ચેલા,

સત રે વચને કરી લો જાદવા

તો સદગુરુ મેરા રે હો જી!

ચેલ ઊઠીને ચાર જુગ રચાવ્યા

ગરુજીને અમીરસ પાયા,

સત રે વચને કરી લો જાદવા

તો સદગુરુ મેરા રે હો જી!

હાં રે ગગને મંડપમાં ગવંતરી વિયાણી

ઝરણીના દૂધ જમાવ્યા હો જી!

સત રે વચને કરી લો જાદવા

તો સદગુરુ મેરા રે હો જી!

માખણ હતા તે મારા સંતે આરોગ્યા,

છાશ પીએ છે સંસારી હો જી!

સત રે વચને કરી લો જાદવા

તો સદગુરુ મેરા રે હો જી!

કહત કબીરા તમે સુણો ભાઈ સાધુ

ગુરુજી મને મળ્યા પૂરા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959