talawni pale be aamba ho - Lokgeeto | RekhtaGujarati

તળાવની પાળે બે આંબા હો

talawni pale be aamba ho

તળાવની પાળે બે આંબા હો

તળાવની પાળે બે આંબા હો બંધવા,

તળાવની પાળે બે આંબા રે લોલ!

કૂદકો મારીને કેરી તોડી હો બંધવા,

કૂદકો મારીને કેરી તોડી રે લોલ!

રખેવારે બૂમ પાડી હો બંધવા,

રખેવારે બૂમ પાડી રે લોલ!

હાઠી જુવારમાં નાઠી હો બંધવા,

હાઠી જુવારમાં નાઠી રે લોલ!

રાતી જુવારમાં રાત રેઈલી હો બંધવા,

રાતી જુવારમાં રેઈલી રે લોલ!

ઘરમાં છે કારિયું ગોધું હો બંધવા,

ઘરમાં છે કારિયું ગોધું રે લોલ!

ગોધું વેચીને દંડ ભઈરો હો બંધવા,

ગોધું વેચીને દંડ ભઈરો રે લોલ!

રસપ્રદ તથ્યો

ચોરી કરનારને દંડ ભરવો પડે એવું શિક્ષણાત્મક લોકગીત.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957