swami moran chokha mangawo - Lokgeeto | RekhtaGujarati

સ્વામી મોરાં ચોખા મંગાવો

swami moran chokha mangawo

સ્વામી મોરાં ચોખા મંગાવો

સ્વામી મોરાં, ચોખા મંગાવોને કંકુડે અજવાળો રે,

ધનરા વીરને તેડાવીએ.

સ્વામી મારા, સાસુજી આવ્યાને, સસરાજી આવશે રે,

મારા મૈયરનું કોઈ આવિયું.

ગોરી તમારા મૈયરની વાટે ડુંગરા ઘણેરા રે,

તે માટે કોઈ આવિયું રે.

સ્વામી મોરા, સલાટ તેડાવો, ડુંગરા કોરાવો રે,

ધનરા વીરને તેડાવીએ.

સ્વામી મોરા, જેઠાણી આવ્યાને જેઠજી આવશે રે,

મારા મૈયરનું કોઈ આવિયું રે.

ગોરી તમારા મૈયરની વાટે સાગર ઘણેરા રે,

તે માટે કોઈ આવિયું રે.

સ્વામી મોરા હાથીડા મંગાવીને સાગર શોષાવો રે,

ધનરા વીરને તેડાવીએ.

સ્વામી મોરા, દેરાણી આવ્યાંને દેરજી આવશે રે,

મારા મૈયરનું કોઈ આવિયું રે.

ગોરી તમારા મૈયરની વાટે વેરી ઘણેરા રે,

તે માટે કોઈ આવિયું રે.

સ્વામી મોરા, વેરી મનાવો ને મોળિયાં બંધાવો રે,

મામેરથ વીરને તેડાવીએ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ