umrani ore ramwa geili - Lokgeeto | RekhtaGujarati

ઉમરાની ઓરે રમવા ગેઈલી

umrani ore ramwa geili

ઉમરાની ઓરે રમવા ગેઈલી

ઉમરાની ઓરે રમવા ગેઈલી રે દેયરિયા છેલ,

તાં મારું લે’રિયું ખોવાયું રે લોલ!

કોઈને રે જઈડું હોય તો આલો રે દિયરિયા છેલ,

તાં મારું લે’રિયું ખોવાયું રે લોલ!

પઈણો જાણશે તો જીવ લેશે રે દિયરિયા છેલ,

તાં મારું લે’રિયું ખોવાયું રે લોલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957