માલ ઉઠાવતાં સમાચારની આપ-લે
mal uthawtan samacharni aap le
હે વાણા માલી હેઈસો
‘કાંથી તે આઈવો? હેઈસો
કાંને જાવાનો? હેઈસો’
‘ઘરથી આવેલો હેઈસો,
માલ તો લેવા ભાઈ હેઈસો.’
‘પોઈરાં હું કરે? હેઈસો’
‘બધાં હારાં સે હેઈસો’
‘તું કાં રે જાવાનો? હેઈસો’
‘ગોવે જાવાનો હેઈસો’
‘સું તો ભરીને? હેઈસો’
‘મીઠું ભરેલું હેઈસો
વ્હાણ તો વેપારીનું હેઈસો.’
ઉતાવળ કરવાની હોય તો તેની પણ સૂચના કરે, રસ્તે મોકળો કરવા કહે:
‘ચાલતો રે થા ભાઈ હેઈસો.’
દરિયે તોફાન થયું હોય તો તેની વાત પણ કામ કરતાં કરતાં જ આ રીતે કરી લે. વખત તો બગડવા જ ન દે. ભંડારી(વહાણમાં રસોડું સંભાળનાર)ને સૂચના પણ કામ કરતાં કરતાં જ આપવાની:
‘ભંડારી ભાઈ હેઈસો
ચા મૂકવા જા તો હેઈસો’
he wana mali heiso
‘kanthi te aiwo? heiso
kanne jawano? heiso’
‘gharthi awelo heiso,
mal to lewa bhai heiso ’
‘poiran hun kare? heiso’
‘badhan haran se heiso’
‘tun kan re jawano? heiso’
‘gowe jawano heiso’
‘sun to bharine? heiso’
‘mithun bharelun heiso
whan to weparinun heiso ’
utawal karwani hoy to teni pan suchana kare, raste moklo karwa kaheh
‘chalto re tha bhai heiso ’
dariye tophan thayun hoy to teni wat pan kaam kartan kartan ja aa rite kari le wakhat to bagaDwa ja na de bhanDari(wahanman rasoDun sambhalnar)ne suchana pan kaam kartan kartan ja apwanih
‘bhanDari bhai heiso
cha mukwa ja to heiso’
he wana mali heiso
‘kanthi te aiwo? heiso
kanne jawano? heiso’
‘gharthi awelo heiso,
mal to lewa bhai heiso ’
‘poiran hun kare? heiso’
‘badhan haran se heiso’
‘tun kan re jawano? heiso’
‘gowe jawano heiso’
‘sun to bharine? heiso’
‘mithun bharelun heiso
whan to weparinun heiso ’
utawal karwani hoy to teni pan suchana kare, raste moklo karwa kaheh
‘chalto re tha bhai heiso ’
dariye tophan thayun hoy to teni wat pan kaam kartan kartan ja aa rite kari le wakhat to bagaDwa ja na de bhanDari(wahanman rasoDun sambhalnar)ne suchana pan kaam kartan kartan ja apwanih
‘bhanDari bhai heiso
cha mukwa ja to heiso’



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 19)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957