wiro aanne aaya - Lokgeeto | RekhtaGujarati

વીરો આંણે આયા

wiro aanne aaya

વીરો આંણે આયા

બારે બારે વરસે વીરો આંણલે આયા જો.

ચિય પોળુમાં બેની તારા ઓરડિયા?

સામી નાગરવેલ વીરા, વચમાં શીત્તલ લેંબડી જો,

રે પોળુમાં વીરા મારા ઓરડિયા.

ઢેસણ હામા ઢોલિયા ઢાળ્યાં જો,

નીચે રે નાસ્યા બેની કેરાં બેસણાં.

બોલો બેની, સાવરિયાનાં સખ-દ:ખની વાતુ જો,

શાં શાં સખડાં શાં શાં દઃખડાં ભોગવો?

મારે જાવું બેની મારા દેશ જો,

માતા પૂસે તો બેની શુંય કેવું રે?

ખાવી ખાવી બાવળિયાની પાલી જો.

લુખો સુકો રે બેનીને રોટલો;

માતા પૂસે તો વીરા કેજો રે.

બાર બાર વરસે વીરા માથડાં ધોયાં જો,

તેર વરસે રે નાસ્યું ટેંપુ તેલ રે;

માતા પૂસે તો વીરા કેજો રે.

રસપ્રદ તથ્યો

સાણંદના શ્રી વાલીબેન પાસેથી પ્રાપ્ત થયેલ આ ગીત છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 146)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968