tunhi kanh gopi sun lila karani - Lokgeeto | RekhtaGujarati

તૂંહી કાન્હ-ગોપી-સું લીલા કરાની

tunhi kanh gopi sun lila karani

તૂંહી કાન્હ-ગોપી-સું લીલા કરાની

(છંદ : ભૂજંગી)

તૂંહી કાન્હ-ગોપી-સું લીલા કરાની, તૂંહી પંચભૂતે નમસ્તે સુરાની.

તૂંહી ધર્મની કર્મની જોગમાયા, તૂંહી ખેચટી, ભૂચટી, વજ્ર કાયા.

તૂંહી ધરણી આકાશ, વિભૌ પસારે, તૂંહી કષ્ટમેં તન લોકં ઊબારે.

તૂંહી જોગશક્તિ વિષે શૂલ ભીની, તૂંહી દેવ-દાનવસેં જીત કીની.

તૂંહી ચાર વેદં, ખટં બાક્ બાની, તૂંહી નંદગે હે સુદુર્ગા ભવાની.

તૂંહી રામ કૃષ્ણ સો લીલા કરી હૈ, તૂંહી તોડ કોછંડ, સીતા વરી હૈ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966