tunhi jagti jyot, nindra na lewe - Lokgeeto | RekhtaGujarati

તૂંહી જાગતી જ્યોત, નિંદ્રા ન લેવે

tunhi jagti jyot, nindra na lewe

તૂંહી જાગતી જ્યોત, નિંદ્રા ન લેવે

(છંદ : ભૂજંગી)

તૂંહી જાગતી જ્યોત, નિંદ્રા લેવે, તૂંહી જિત દઈત, સબે દેવ સેવે.

તૂંહી લેધરા—ખંભ ઠાડી ઊઠાઈ, તૂંહી દેહ વારાહ ધાર્યો હે નીપાઈ.

તૂંહી રૂપ હયગ્રીવ, નરસિંહ ધાર્યો, તૂંહી માર હિરણ્યાક્ષી પ્રહ્લાદ તાર્યો.

તૂંહી ઇંદ્ર વર્ષા કરે, આપ હાર્યો, નખં ઉપરે ગોર્ધનં કૃષ્ણ ધાર્યો.

અયોનિ યોનિ, ઉદાસીન બાસી, ઊભી, બેઠી, પેહેલે પ્રકાસી.

જાગે, સોવે, હાલે, ડોલે, ગુંપતી નચંતી કરંતી કિલોલે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966