namo aad annad, tunhi bhawani - Lokgeeto | RekhtaGujarati

નમો આદ અન્નાદ, તૂંહી ભવાની

namo aad annad, tunhi bhawani

નમો આદ અન્નાદ, તૂંહી ભવાની

(છંદ : ભૂજંગી)

નમો આદ અન્નાદ, તૂંહી ભવાની, તૂંહી યોગમાયા, તૂંહી વાક્ બાની.

તૂંહી બ્રહ્મ ભૂતેશ વિષ્ણુ કહાવે, તૂંહી જ્ઞાન વૈરાગ ભક્તિ રહાવે.

તૂંહી ઉદ્રમેં તીન લોકં ઉપાવે, તૂંહી છિન્નમેં ખાન પાની ખપાવે.

તૂંહી જાગતી જોત, નિદ્રા લેવે, તૂંહી જૈત દેવી, સદા દેવ સેવે.

તૂંહી રાત દીપં, નવે ખંડ ખંડે, તૂંહી સ્વર્ગ પાતાલ બ્રહ્માંડ પંડે.

તૂંહી મોહની રૂપ હો, દેવ મોહે, તૂંહી રામ શ્યામં મહારૂપ સોહે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966