ગંગા અષ્ટપદી
ganga ashtapdi
(છંદ ઝૂલણા)
વિષ્ણુ-પાદોહકી, અખિલજન-પુનિતકર, દાની મનમોદકી સિંધુ અંગે;
અધમ-ઉદ્ધારિણી સમરકુલ-તારિણી, પરમ શિવકારિણી માત ગંગે. 1
સાર સહુ તત્ત્વનું મથન વિધિએ કર્યુ, પ્રથમ પરમેષ્ઠિનું પાપ વામ્યું;
તેથી પૂજા કરી વિષ્ણુના ચરણની, પુનિત નખવારિ વિસ્તાર પામ્યું. 2
સુરસરી બ્રહ્મ-કટાહ-વિદારિણી, નભગતિ ચારિણી ધુનિ અપારા;
દિલિપસુત-કામના સફલ પૂરણ કરી, અનંગ-અરિએ ધરી શિષધારા. 3
રુદ્ર-શિર-વાસિની, અખિલ અઘનાશિની, કલિમલ-ત્રાસિની અભયદાતા;
પૃથ્વી પાવન કરી, ધાર પ્રાચિદિશિ, ચંડ-દ્યુતિ ખંડ ગિરિ શરણત્રાતા. 4
સરિતવર જાહ્નવી, વિમલ ભોગાવતી, નામ મંદાકિની પાપહારી;
ભૂતલ ભાગીરથી, પુનિત પ્રભાવતી, અલકનંદા સુઆનંદ-કારી. 5
શેષ સનકાદિ વિધિ, રુદ્ર શારદ સ્તવે, સિદ્ધ મુનિ યોગી નિત્ય સેવ્યમાના:
યક્ષ રક્ષાદિ નર નાગ કિન્નર અમર, પૂજી ગંધર્વ કરે ગીત ગાના. 6
સ્મરત સંકટ ટળે, દર્શન અઘ બળે, સ્પર્શતાં દેહત્રય શુદ્ધ થાયે;
સ્તવન કરતાં મળે તત્ત્વ ત્રિલોકનું, અંત હરિ-ચરણને શરણ જાયે. 7
અંબ! સગરાત્મજ-મોક્ષદાયક મહા, માહાત્મ્જ-ગુણઅતિ, વિશદ જન્હુજાતા:
દાસ કવિવર સદા-ઉભયતટ પાવની, રાખિયે આજ મુજ લાજ માતા! 8
(chhand jhulna)
wishnu padohki, akhiljan punitkar, dani manmodki sindhu ange;
adham uddharini samarkul tarini, param shiwkarini mat gange 1
sar sahu tattwanun mathan widhiye karyu, pratham parmeshthinun pap wamyun;
tethi puja kari wishnuna charanni, punit nakhwari wistar pamyun 2
surasri brahm katah widarini, nabhagati charini dhuni apara;
dilipsut kamna saphal puran kari, anang ariye dhari shishdhara 3
rudr shir wasini, akhil aghnashini, kalimal trasini abhaydata;
prithwi pawan kari, dhaar prachidishi, chanD dyuti khanD giri sharnatrata 4
saritwar jahnawi, wimal bhogawati, nam mandakini paphari;
bhutal bhagirathi, punit prabhawati, alaknanda suanand kari 5
shesh sankadi widhi, rudr sharad stwe, siddh muni yogi nitya sewymanah
yaksh rakshadi nar nag kinnar amar, puji gandharw kare geet gana 6
smrat sankat tale, darshan agh bale, sparshtan dehatray shuddh thaye;
stawan kartan male tattw trilokanun, ant hari charanne sharan jaye 7
amb! sagratmaj mokshdayak maha, mahatmj gunati, wishad janhujatah
das kawiwar sada ubhaytat pawani, rakhiye aaj muj laj mata! 8

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 50)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966