jhobalana padar kaDlan - Lokgeeto | RekhtaGujarati

ઝોબાળાના પાદર કડલાં

jhobalana padar kaDlan

ઝોબાળાના પાદર કડલાં

ઝોબાળાના પાદર કડલાં વેચાય છે જી!

મારી સાસુ તો બવ ભૂંડા,

ધોકો લઈને ધોડ્યા,

ધબ્બાક હેઠા બેઠા,

બેઠા એવા ઊઠ્યા,

ઝોબાળાના પાર કડલાં વેચાય છે જી!

ઝોબાળાના પાદર ઓઢણી વેચાય છે જી!

મારી સાસુ તો બવ ભૂંડા,

ધોકો લઈને ધોડ્યા રે!

ધબ્બાક દઈને હેઠાં બૈઠા,

બેઠા એવા ઊઠ્યા રે!

ઝોબાળાના પાદર કડલાં વેચાય છે જી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 247)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957