sona kera kalashiya - Lokgeeto | RekhtaGujarati

સોના કેરા કળશિયા

sona kera kalashiya

સોના કેરા કળશિયા

સોના કેરા કળશિયા ગંગાજળ ભરવા જાઉં રે મા!

જે ઘેર રાંદલ પરોણલા, હું તે ઘેર પૂજવા જાઉં રે મા!

રાંદલ ભણે રે આઈને, બાજોઠના મને કોડ રે મા!

સુતારીનો બેટો આઈને વસમલે દૂર રે મા!

બાજોઠ લઈ આવે આઈને ઉગમતે સૂરે રે મા!

સોના કેરા કળશિયા ગંગાજળ ભરવા જાઉં રે મા!

જે ઘેર રાંદલ પરોણલા હું તો ઘેર પૂજવા જાઉં રે મા!

રાંદલ ભણે રે આઈને, ઝૂમણાનાં મને કોડ રે મા!

સોનીડાનો બેટો આઈને, વસમલે દૂર રે મા!

ઝૂમણાં લઈ આવે આઈને ઉગમતે સૂર રે મા!

સોના કેરા કળશિયા ગંગાજળ ભરવા જાઉં રે મા!

જે ઘેર રાંદલ પરોણલા હું તો ઘેર પૂજવા જાઉં રે મા!

રાંદલ ભણે રે આઈને ચૂંદડીઓના કોડ રે મા!

દોશીડાનો બેટો આઈને વસમલે દૂર રે મા!

ચૂંદડીઓ લઈ આવે આઈને ઉગમતે સૂર રે મા!

સોના કેરા કળશિયા ગંગાજળ ભરવા જાઉં રે મા!

જે ગેર રાંદલ પરોણલા હું તો ઘેર પૂજવા જાઉં રે મા!

રાંદલ ભણે રે આઈને મોડિયાના મને કોડ રે મા!

માળીડાનો બેટો આઈને વસમલે દૂર રે મા!

મોડિયા લઈ આવે આઈને ઉગમતે સૂર રે મા!

સોના કેરા કળશિયા ગંગાજળ ભરવા જાઉં રે મા!

જે ઘેર રાંદલ પરોણલા હું તે ઘેર પૂજવા જાઉં રે મા!

રાંદલ ભણે રે આઈને ચૂડલાના મને કોડ રે મા!

દંતારીનો બેટો આઈને વસમતે દૂર રે મા!

ચૂડલા લઈ આવે આઈને ઉગમતે સૂર રે મા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959