ruDe parbhatne po’ra - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રૂડે પરભાતને પો’ર

ruDe parbhatne po’ra

રૂડે પરભાતને પો’ર

રૂડે પરભાતને પો'ર, કૌશલ્યા માએ દાતણ માગિયાં.

માગ્યાં માગ્યાં વાર બે વાર, સીતાજીએ શબ્દ સાંભળ્યો.

મારા ગંગાજી સરખાં રે માત, તમારાં મન કોણે દુભાવ્યાં રે?

આપણાં ઘરમાં સીતાજી નાર, તેણે મારા શબદ સાંભળ્યો.

સોના ઝારી તે એને લે હાથ, કે મેડીએથી રામચંદર ઊતર્યા.

મારા નાનેરા લખમણવીર, ગંગાને કાંઠે ઘર કરો.

ત્યાં કાંઈ રાખોને સીતાજીનાર માતા વચન કેમ લોપિયું?

સ્વામી શોરે અમારલો વાંક, શીદને કારણે વન મોકલો રે.

ગોરી તમે મારે હૈડાનો હાર, તમે મારી માતાને દુભવ્યાં?

સ્વામી હાર હાય તેા હૈડે બંધાય, વહુવારુ હોય તો ઘર વસે.

સ્વામી શિયાળાના ચાર ચાર માસ, મશરૂનાં ગોદડાં મોકલાવજો.

સ્વામી ઉનાળાના ચાર ચાર માસ, ફૂલના તે વીંઝણા મોકલજો.

સ્વામી ચોમાસાના ચાર ચાર માસ ચૂનાબંધ હવેલી ચણાવજો.

રાખીશ રાખીશ માસ માસ, તે માસે તેડાં મોકલું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ