saraswati swamine winawun - Lokgeeto | RekhtaGujarati

સરસ્વતી સ્વામીને વીનવું

saraswati swamine winawun

સરસ્વતી સ્વામીને વીનવું

સરસ્વતી સ્વામીને વીનવું, લખારશી રે,

ગણપતિ લાગું પાય, લખારશી ચૂંદડી રે.

માસે તે કાંતું કોકડી, લખારશી રે,

માસે કાંતું શેર, લખારશી ચૂંદડી રે.

*રંગારવાડે હું ગઈ, લખારશી રે,

રંગાટી બોલ્યો બોલ, લખારશી ચૂંદડી રે.

‘બેસ બાઈ, બોલ બેનડી, લખારશી રે,’

‘ક્હે તારી ચૂંદડીનાં મૂલ, લખારશી ચૂંદડી રે.’

‘હાથ ભરામણ હાથિયો, લખારશી રે,

ગજ ભરું તો તો ગામ, લખારશી ચૂંદડી રે.’

પ્હેરી ઓઢીને સંચર્યાં, લખારશી રે,

દ્વારકાંના ગઢ હેઠ્ય, લખારશી ચૂંદડી રે.

રા’એ તે ઘોડો રોકિયો, લખારશી રે,

પરધાને પૂછી વાત, લખારશી ચૂંદડી રે.

કેરશ કેરી બેનડી, લખારશી રે,

કેરશની કુળધ્રણ્ય, લખારશી ચૂંદડી રે.

રૂકમૈયા કેરી બેનડી, લખારશી રે,

વાસુદેવની કુળધ્રણ્ય, લખારશી ચૂંદડી રે.

*અહીં પંક્તિઓ પણ છે:

રંગારો પોઢ્યો ઢોલિયે, લખારશી રે,

રંગારણ ઢોળે છે વાય, લખારશી ચૂંદડી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959