be’nina ghar pasal aambo re - Lokgeeto | RekhtaGujarati

બે’નીના ઘર પાસળ આંબો રે

be’nina ghar pasal aambo re

બે’નીના ઘર પાસળ આંબો રે

બે’નીના ઘર પાસળ આંબો રે મો’રીયો,

આંબો મોઈરો સાર પાંનડીઓ;

સાહેલી આંબો રે મોરી’યો.

બે’નીના ઘરમેં શાની શાની જોળ,

સાહેલી આંબો રે મો’રીયો.

બે’નીના ઘરમેં સે બાપોની જોળ,

સાહેલી આંબો રે મો’રીયો.

બે’નીના ઘરમેં સે માળીની જોળ,

સાહેલી આંબો રે મો’રીયો.

શોરાના ઘર પાસળ લીંબેળો રે મો’રીયો,

લીંબળો મોઈરો સાર પાંનડીઓ;

સાહેલી લીંબેળો રે મો’રીયો.

શોરાના ઘરમેં શાની શાની જોળ,

લીંબેળો રે મો’રીયો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964