shankhalapurni sheri re te to - Lokgeeto | RekhtaGujarati

શંખલપુરની શેરી રે તે તો

shankhalapurni sheri re te to

શંખલપુરની શેરી રે તે તો

શંખલપુરની શેરી રે તે તો મને જોયાના કોડ

હરું ફરું ને લઉં ફૂદડી

નીરખું નિત નવી વાટ

પહેલી પોળે પેસતાં

સામાં સુતારીનાં હાટ

સુતારી લાવે બાજોઠ

લ્યો બહુચરના નાથ

બહુચર બાળા ઓઢણી

ચૂંદડી લાલ ગુલાલ

બીજી પોળે પેસતાં

સામાં ગાંધીડાનાં હાટ

ગાંધી લાવે શ્રીફળાં

લ્યો બહુચરના નાથ

બહુચર બાળા ઓઢણી

ચૂંદડી લાલ ગુલાલ

ત્રીજી પોળે પેસતાં

સામાં દોશીડાનાં હાટ

દોશીડો લાવે ચૂંદડી

લ્યો બહુચરના નાથ

બહુચર બાળા ઓઢણી

ચૂંદડી લાલ ગુલાલ

ચોથી પોળે પેસતાં

સામાં સોનીડાનાં હાટ

સોનીડો તે લાવે ઝૂમણાં

લ્યો બહુચરના નાથ

બહુચર બાળા ઓઢણી

ચૂંદડી લાલ ગુલાલ

પાંચમી પોળે પેસતાં

સામાં માળીડાનાં હાટ

માળીડો તે લાવે મેડિયા

લ્યો બહુચરના નાથ

બહુચર બાળા ઓઢણી

ચૂંદડી લાલ ગુલાલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 180)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શ્રીમતી મનોરમા ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959