shani rani tun panwa chali - Lokgeeto | RekhtaGujarati

શનિ રાણી તું પણવા ચાલી

shani rani tun panwa chali

શનિ રાણી તું પણવા ચાલી

શનિ રાણી તું પણવા ચાલી,

ઢોઢણબાઈ લડાક!

તારો પઈણો જાહે કલ્યાણી

ધોધણબાઈ ધડાક!

તારી સાસુના બોલ તું સાંભરે

ઢોઢણબી લડાક!

તારી નણદી છે વીછણ રે,

ધોધણબાઈ ધડાક!

તે તો લેશે તારો જીવડો રે

ઢોઢણબાઈ લડાક!

તારી જેઠાણી અરધની ભાગણી

ધોધણબાઈ ધડાક!

બે દા’ડમાં બાંધશે જુદી છાપરી

ઢોઢણબાઈ લડાક!

તારા પઈણાને લખજે કાગર,

ધોધણબાઈ ધડાક!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957