shamlajina mele - Lokgeeto | RekhtaGujarati

શામળાજીના મેળે

shamlajina mele

શામળાજીના મેળે

શામળાજીને મેળે રમઝણિયું, પીઝણિયું વાગે.

હાલ્ય કટોરી હાલ્ય રે, રમઝણિયું, પીઝણિયું વાગે.

ડોહા જાત્રાએ હાલ્યા, રમઝણિયું, પીઝણિયું વાગે.

શામળાજીને મેળે, રમઝણિયું, પીઝણિયું વાગે.

હાલ્ય કટોરી હાલ્ય રે, રમઝણિયું, પીઝણિયું વાગે.

ડોહી છીંકણી સુંગે, રમઝણિયું, પીઝણિયું વાગે.

શામળાજીને મેળે, રમઝણિયું, પીઝણિયું વાગે.

હાલ્ય કટોરી હાલ્ય રે, રમઝણિયું, પીઝણિયું વાગે.

ડોહા નેણ્યો દાઢે, રમઝણિયું, પીઝણિયું વાગે.

શામળાજીને મેળે, રમઝણિયું, પીઝણિયું વાગે.

હાલ્ય કટોરી હાલ્ય રે, રમઝણિયું, પીઝણિયું વાગે.

સોરાં સીટિયું મારે, રમઝણિયું, પીઝણિયું વાગે.

શામળાજીને મેળે, રમઝણિયું, પીઝણિયું વાગે.

હાલ્ય કટોરી હાલ્ય રે, રમઝણિયું, પીઝણિયું વાગે.

પાવલાના મમરા લીધા, રમઝણિયું, પીઝણિયું વાગે.

શામળાજીને મેળે, રમઝણિયું, પીઝણિયું વાગે.

હાલ્ય કટોરી હાલ્ય રે, રમઝણિયું, પીઝણિયું વાગે.

એતો છોરાંને વેંચી દીધું, રમઝણિયું, પીઝણિયું વાગે.

શામળાજીને મેળે રમઝણિયું, પીઝણિયું વાગે.

હાલ્ય કટોરી હાલ્ય રે, રમઝણિયું, પીઝણિયું વાગે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા, ભાઈલાલ એન. પટેલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968