શામળા વેલણિયા
shamla welaniya
શામળા વેલણિયા, ખેતર પાદર ખેડિયા,
એણે આવ્યો મારો સાસરો!
શામળા વેલણિયા, માથોડું માળો ઘાલિયો,
શામળા વેલણિયા, મારગે આવે ચાર જણા!
શામળા વેલણિયા, વચ્ચે આવે ઈ મારો વીર,
શામળા વેલણિયા, વીરાની ગાંઠે ચૂંદડી,
શામળા વેલણિયા, ચોખલિયા ભાત જો!
શામળા વેલણિયા, ભાલિયો આંધણ મેલિયો,
શામળા વેલણિયા, એક જ ચોખો ઓરિયો!
શામળા વેલણિયા, આખું કુટુંબ નોતર્યું,
શામળા વેલણિયા, સોક્યના છોકરાં નોતર્યાં રે,
શામળા વેલણિયા, તો યે ન ખૂટી મારી ખીચડી!
shamla welaniya, khetar padar kheDiya,
ene aawyo maro sasro!
shamla welaniya, mathoDun malo ghaliyo,
shamla welaniya, marge aawe chaar jana!
shamla welaniya, wachche aawe i maro weer,
shamla welaniya, wirani ganthe chundDi,
shamla welaniya, chokhaliya bhat jo!
shamla welaniya, bhaliyo andhan meliyo,
shamla welaniya, ek ja chokho oriyo!
shamla welaniya, akhun kutumb notaryun,
shamla welaniya, sokyna chhokran notaryan re,
shamla welaniya, to ye na khuti mari khichDi!
shamla welaniya, khetar padar kheDiya,
ene aawyo maro sasro!
shamla welaniya, mathoDun malo ghaliyo,
shamla welaniya, marge aawe chaar jana!
shamla welaniya, wachche aawe i maro weer,
shamla welaniya, wirani ganthe chundDi,
shamla welaniya, chokhaliya bhat jo!
shamla welaniya, bhaliyo andhan meliyo,
shamla welaniya, ek ja chokho oriyo!
shamla welaniya, akhun kutumb notaryun,
shamla welaniya, sokyna chhokran notaryan re,
shamla welaniya, to ye na khuti mari khichDi!
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 231)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957
