shamla jhulan lyo - Lokgeeto | RekhtaGujarati

શામળા ઝુલણ લ્યો

shamla jhulan lyo

શામળા ઝુલણ લ્યો

સેમાડીયે સેતર સેડિયાં, શામળા, ઝૂલણ લ્યો.

વાયો જાર ને બાજરો, શામળા, ઝૂલણ લ્યો,

માથોડું માળો ઘાલિયો, શામળા, ઝૂલણ લ્યો.

નણદીને ટોયો મેકલ્યાં, શામળા, ઝૂલણ લ્યો,

લીલી ગોફણ ને પીળાં પાંગરાં, શામળા, ઝૂલણ લ્યો.

નણદીનાં આણાં આવીઆં, શામળા, ઝૂલણ લ્યો,

આયા દિયેર ને જેઠ, શામળા, ઝૂલણ લ્યો.

જેઠને ઢાળ્યા ઢોલિયા, શામળા, ઝૂલણ લ્યો,

દિયેરને હિંદોળા ખાટ, શામળા, ઝૂલણ લ્યો.

જેઠને પીરસ્યા ચોખલા, શામળા, ઝૂલણ લ્યો,

દિયેરને ઝેણેરી સેવ, શામળા, ઝૂલણ લ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968