shaDh dhotan 4 - Lokgeeto | RekhtaGujarati

શઢ ધોતાં - ૪

shaDh dhotan 4

શઢ ધોતાં - ૪

આવ્યા શ્હેરી ભાઈ વંટીલુ,

લાલ રંગીલા વંટીલુ.

શહેરી તારું આવે વંટીલા, લાલ રંગીલા.

જોબન લાવે રે વંટીલા, લાલ રંગીલા.

ભાઈ જોબન કાંઠો રે વંટીલા, લાલ રંગીલા.

છાંડી નાઠો રે વંટીલા.

છાંડો છેવડો રે વંટીલા.

ફૂલની વાડી રે વંટીલા.

સોંઘોં કેવડો રે વંટીલા.

સોંઘી શેરડી રે વંટીલા.

પાન મોંઘાં રે વંટીલા.

પાન બિછાવીને વંટીલા.

પાછાં વાળ્યાં રે વંટીલા.

પાછલી બાણી રે બંટીલા.

પાછળ વાળી જાઉં વંટીલા.

વેળ પાછલીના વંટીલા.

ભાંગી ગેલાં પાણી રે વંટીલા.

પાણી વારે દઈને વંટીલા.

ગોરાબ ગલિયાના ભાઈ વંટીલા.

કાલુ છબિયાના વંટીલા.

છબિયા તે વાળી સાળી વંટીલા.

લાલી ચડે ઘોડે વંટીલા.

દાવલે મચ્છી મારી વંટીલા.

મચ્છી પડી લૂટી વંટીલા.

લાલી પર છે બલા વંટીલા.

બલિયા તે વાળો સલામ વંટીલા.

લાલી ચોર ભંડારી વંટીલા.

નકવા હીરનો માલમ વંટીલા.

માલમ વાળા ઘૂસા વંટીલા.

ઝુંબે ભાળેલા હું વંટીલા.

લાલી મંગિયા ડોસા વંટીલા.

ડોસા રામનો દાણી વંટીલા.

નાગર જાય ઉજમણી વંટીલા.

ઉજમણે બેલાં નગરી વંટીલા.

ગામના ગાંડા લોક વંટીલા.

ગાંડી તે વાળે ઘેર વંટીલા.

કાથે બાંધી દોરડી વંટીલા.

લાલીના બાલ કાથલમાં વંટીલા.

વીરાના વહાણે જાઉં વંટીલા.

મડદાં તાણી ઘાલું વંટીલા.

લાલીના આપણું તાણ્યું વંટીલા.

સાયબા લોકે જાણ્યું વંટીલા.

સાયબા ધણીના વંટીલા.

વહાણમાં રૂડાં રાજ વંટીલા.

તેના તો મારી રાજે વંટીલા.

બંદર ચાલ્યા જાઉં વંટીલા.

ચાલતાં કોને વારે વંટીલા.

લાલી લૂકમા સીરા વંટીલા.

મારી દેસે ગાંધીઓ વંટીલા.

ગાંધીઓ તો ઘરડો ઘોડો વંટીલા.

ઘાલીને તેલમાં ચોળો વંટીલા.

તેલ તો લે ભીંગાણી વંટીલા.

ઘાંચણ ત્યાં વાળી ઘાણી વંટીલા.

અડધાં દીવેલ પાણી વંટીલા.

પાણી તે વળે દઈને વંટીલા.

વીરાને વ્હાણ ઘોડા બે વંટીલા.

ગોરાબ ઘોસીના વંટીલા.

વહાણ તો પુરાવ્યાં વંટીલા.

મલબાર કોચીનનાં વંટીલા.

કોચીન કાનાનૂરી વંટીલા.

રાઉસ મલબારી વંટીલા.

મલબાર મોહ્યાંના વંટીલા.

રોજ તો થયાના વંટીલા.

રોજણ બીબીનાં વંટીલા.

કારણ સિંધીના વંટીલા.

સિંધી હલાલી વંટીલા.

સાકર બંગાલી વંટીલા.

બંગા તો વાળા લઈને વંટીલા.

વ્હાલે તો કિસ્તી છાંડી વંટીલા.

વીરાને મોયમ જાઉં વંટીલા.

મારી તો દીધું થાણું વંટીલા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957