શઢ ધોતાં - ૧
shaDh dhotan 1
આવતી જા, જતી જા,
તારા માલમને મલતી જા.
હાંસી રે વલ્લામલીલી,
તારા માલમને મલતી જા.
નબી રે સલવાર ને જોરુ, તારા.
માલમ મમ્મદજી કરાણી, તારા.
ઝાંઝાં બંદર પારસીનાં, તારા.
પારસી રે ડાંડે બંધાવ્યાં, તારા.
કલીઆં રે ઊંધા, મરાવ્યા, તારા.
સહિયર રે આવતી ને જાતી, તારા.
એલચી સાથે પાન ખાતી, તારા.
awati ja, jati ja,
tara malamne malti ja
hansi re wallamlili,
tara malamne malti ja
nabi re salwar ne joru, tara
malam mammadji karani, tara
jhanjhan bandar parsinan, tara
parsi re DanDe bandhawyan, tara
kalian re undha, marawya, tara
sahiyar re awati ne jati, tara
elchi sathe pan khati, tara
awati ja, jati ja,
tara malamne malti ja
hansi re wallamlili,
tara malamne malti ja
nabi re salwar ne joru, tara
malam mammadji karani, tara
jhanjhan bandar parsinan, tara
parsi re DanDe bandhawyan, tara
kalian re undha, marawya, tara
sahiyar re awati ne jati, tara
elchi sathe pan khati, tara
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 14)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957
