sawjiDa waniya - Lokgeeto | RekhtaGujarati

સવજીડા વાણિયા

sawjiDa waniya

સવજીડા વાણિયા

સવજીડા વાણિયા, ક્યાં ક્યાં ગિયો’તો?

હનભાઈ, ધોળકે ગિયો’તો!

સવજીડા વાણિયા, શું શું લાવ્યો?

હનભાઈ, ચૂંદડીઓ લાવ્યો!

સવજીડો વાણિયો કિનખાબ લાવ્યો?

હનભાઈ, છોડીઓને કાજે!

સવજીડા વાણિયા, છોડીઓનું નામ શું?

હનભાઈ, જેતી ને વેતી!

સવજીડા વાણિયા, ક્યાં ક્યાં ગિયો’તો?

હનભાઈ, ધોળકે ગિયો’તો,

સવજીડા વાણિયા શું શું લાવ્યો?

હનભાઈ ચડ્ડીઓ લાવ્યો!

સવજીડા વાણિયો કિનખાબ લાવ્યો!

સવજીડા વાણિયા, છોકરાનું નામ શું?

હનભાઈ, રેવો ને દેવો!

સવજીડા વાણિયા, કિયા શે’ર ગિયો’તો?

હનભાઈ, ધોળકે ગિયો’તો!

સવજીડા વાણિયા, શું શું લાવ્યો?

હનભાઈ પોલકાં લાવ્યો.

સવજીડા વાણિયા ચીન કાજ લાવ્યો.

હનભાઈ, ડોશીઓને કાજ લાવ્યો.

સવજીડા વાણિયા, ડોશીઓનું નામ શું?

હનભાઈ, જોમા અને મગજી!

સવજીડા વાણિયા, ક્યાં ક્યાં ગિયો’તો,!

હનભાઈ, ધોળકે ગિયો’તો!

સવજીડા વાણિયા, શું શું લાવ્યો?

હનભાઈ કુડતા લાવ્યો.

સવજીડા વાણિયા, ચીન કાજ લાવ્યો?

હનભાઈ, બાઈડિયું કાજ લાવ્યો.

સવજીડા વાણિયા, બાઈડિયુંનું નામ શું?

હનભાઈ, હરિ ને હલમ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 238)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957