sasu ghat anopam lawe - Lokgeeto | RekhtaGujarati

સાસુ ઘાટ અનોપમ લાવે

sasu ghat anopam lawe

સાસુ ઘાટ અનોપમ લાવે

સાસુ ઘાટ અનોપમ લાવે

રતિ વહુવારુને તે પ્હેરાવે.

રતિ રૂપે દીસે રતનાળી,

ગોફણલે છે હીરની જાળી.

રતિ રૂપે દીસે છે રે રંભા,

તેમને જોવા મળ્યા છે રે બ્રહ્મા.

માલણડી મલપતી આવે,

સવા લાખનો સોશર લાવે.

સોશર પહેરો રતિવહુ રૂડી,

હાથે હસ્તી-ખડગની રે ચૂડી.

સોશર પ્હેરો રતિવહુ રાણી,

તમારો સસરો તે સારંગપાણી.

હળવે હળવે ડગલાં ભરો રાણી,

સ્વામી પૂછશે, ક્યાં કરમાણી?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957