salwo - Lokgeeto | RekhtaGujarati

સાલવો

salwo

સાલવો

સાલવો સાલવો

હે વણાં માલી

જાય આલી

આલી વલ્લા

નીસરલ્લા

નીસર કવિ

ભરકત નબી

નબી નામે

બીલિયા ખામી

બેલી લાણી

ચાલવા લાગી

ઊંડાં પાણી

પાણી વા’રે ધાઈને

વહાણને ગુલાબે

ગુલાબ કલ્યાણા

કિલ્લો સબીયાના

સબિયાની સારી

ચડાઈવે ઘોડે

દાવલે મચ્છી મારી

મચ્છી રોટી

વરસે બલ્લા

બલિયાના સલામ

ચોર ભંડારી

હીરનો માલમ

માલમ ગુસ્સા

લાઈવો ભારો

મગિયા ડોહા

ડોહા ધણી

જાય ઉજમણી

ઉજવણી નગરી

ગાંડા લોક

ગાંડીને ઘરે

ઘેર ડાંકલિયા

લાલી વાણી જઈને

તાણી ધાઈલા

આપણાં થાણાં

આપણે ઝાઈલાં

ધણી સાયબાનાં

વા’ણમાં રૂડાં રાજ

તેને મારી રાજે

બંદર ચાઈલા જાશું

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957