સખી પડવે તે પંથથી ચાલ્યા રે
sakhi paDwe te panththi chalya re
સખી પડવે તે પંથથી ચાલ્યા રે, મહાવનના તે મારગ ઝાલ્યા રે!
સાથે સીતાને લક્ષ્મણ બાળા : રઘુપતિ રામ રૂદેમાં રે’જો રે!
સખી બીજે મઢીમાં બીરાજે રે, તેવા નદીઓ તણા નીર ગાજે રે!
રામ મૂકી ગયા રૂડું રાજે : રઘુપતિરામ રૂદેમાં રે’જો રે!
સખી ત્રીજે તે વનની ઝાડી રે, દશફળ મંગાવે દાડી દાડી રે!
સારી શોભે સીતાજીની વાડી; રઘુપતિરામ રૂદેમાં રે’જો રે!
સખી ચોથે કેવડિયો બેંકે રે, ફાલ્યો ફૂલ્યો તે મોગરો મે’કે રે!
લીલી લીલી લતાઓ લહેંકે : રઘુપતિ રામ રૂદેમાં રે’જો રે!
સખી પાંચમે પોપટું પાળો રે, પાંખલીલી ને કાંઠલો કાળો રે!
રામ નામ ભણંતા મેં ભાળો : રઘુપતિરામ રૂદેમાં રે’જો રે!
રાખી છઠ્ઠે છેતરવાને આવ્યો રે, કુડો કપટી રાવણ સાથે લાવ્યો રે!
બે મુખનો મરગ બનાવ્યો : રઘુપતિ રામ રૂદેમાં રે’જો રે!
સખી સાતમે શ્રીહરિ સમર્યા રે, ફળ સાંઈ ઉપાડ્યા રે ડમરા રે!
વાડી ભેળા ઉડાડ્યા ભમરા : રઘુપતિરામ રૂદેમાં રે’જો રે!
સખી આઠમે એને નિહાળી રે, ધનુષ્યધારીને મૃગલો માર્યો રે!
મરગ મરતી વખતે પોકાર્યો, રઘુપતિરામ રૂદેમાં રે’જો રે!
સખી નોમે તે નાંખ્યો તીર રે, જઈ વાગ્યા છે મરગ શરીરે રે!
વારે ધાજો લક્ષ્મણ વીર, રઘુપતિરામ રૂદેમાં રે’જો રે!
સખી દશમે કહે લક્ષ્મણને રે, બોલી વીર બોલાવે છે તમને રે!
આડી આણું દીધી છે અમને : રઘુપતિ રામ રૂદેમાં રે’જો રે!
સખી બારશે હનુમાન બળિયા રે, ઠેકી સમુદ્ર પાર ઉતરિયા રે!
જઈ જોગમાયાને મળિયા, રઘુપતિરામ રૂદેમાં રે’જો રે!
સખી તેરશે તંબાળુ ગાજે રે, હાક હનુમન્ત કેરી વાગે રે!
લાહ્ય લંકા તે ગઢમાં લાગે, રધુપતિરામ રૂદેમાં રે’જો રે!
સખી ચૌદશે ચિત્તવિચારી રે, ફોજ વાંદરની રચી સારી રે!
રામે રાવણ નાંખ્યો મારી, રઘુપતિરામ રૂદેમાં રે’જો રે!
સખી પૂનમે પરભૂ ઘેર આવ્યા રે, થાળભરી મોતીડે વધાવ્યાં રે!
માતા કૌશલ્યાને મનભાવ્યાં, રઘુપતિરામ રૂદેમાં રે’જો રે!
સખી પંદરતિથિ થઈ પૂરી રે, એમાં એકે નથી અધુરી રે!
આત્મારામની વાણી મધુરી, રઘુપતિરામ રૂદેમાં રે’જો રે!
sakhi paDwe te panththi chalya re, mahawanna te marag jhalya re!
sathe sitane lakshman bala ha raghupati ram rudeman re’jo re!
sakhi bije maDhiman biraje re, tewa nadio tana neer gaje re!
ram muki gaya ruDun raje ha raghupatiram rudeman re’jo re!
sakhi trije te wanni jhaDi re, dashphal mangawe daDi daDi re!
sari shobhe sitajini waDi; raghupatiram rudeman re’jo re!
sakhi chothe kewaDiyo benke re, phalyo phulyo te mogro mae’ke re!
lili lili latao lahenke ha raghupati ram rudeman re’jo re!
sakhi panchme popatun palo re, pankhlili ne kanthlo kalo re!
ram nam bhananta mein bhalo ha raghupatiram rudeman re’jo re!
rakhi chhaththe chhetarwane aawyo re, kuDo kapti rawan sathe lawyo re!
be mukhno marag banawyo ha raghupati ram rudeman re’jo re!
sakhi satme shrihari samarya re, phal sani upaDya re Damra re!
waDi bhela uDaDya bhamra ha raghupatiram rudeman re’jo re!
sakhi athme ene nihali re, dhanushydharine mriglo maryo re!
marag marti wakhte pokaryo, raghupatiram rudeman re’jo re!
sakhi nome te nankhyo teer re, jai wagya chhe marag sharire re!
ware dhajo lakshman weer, raghupatiram rudeman re’jo re!
sakhi dashme kahe lakshmanne re, boli weer bolawe chhe tamne re!
aDi anun didhi chhe amne ha raghupati ram rudeman re’jo re!
sakhi barshe hanuman baliya re, theki samudr par utariya re!
jai jogmayane maliya, raghupatiram rudeman re’jo re!
sakhi tershe tambalu gaje re, hak hanumant keri wage re!
lahya lanka te gaDhman lage, radhupatiram rudeman re’jo re!
sakhi chaudshe chittawichari re, phoj wandarni rachi sari re!
rame rawan nankhyo mari, raghupatiram rudeman re’jo re!
sakhi punme parbhu gher aawya re, thalabhri motiDe wadhawyan re!
mata kaushalyane manbhawyan, raghupatiram rudeman re’jo re!
sakhi pandaratithi thai puri re, eman eke nathi adhuri re!
atmaramni wani madhuri, raghupatiram rudeman re’jo re!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 103)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963