raw - Lokgeeto | RekhtaGujarati

રાવ

raw

રાવ

વનરા રે વનમાં મોરપીંછ ઝાઝાં,

મોરલિયુંની બહુ ઝણ વાગે રે; વા'લા ગોકુલ ગ્યાં’તાં.

ચાલોને સયરૂં સમાણી ના’વવાને જાયેં,

જઈ જલ જમનામાં ના’યે રે; વા’લા ગોકુલ ગ્યાં’તાં.

ચીરનાં સારૂડાં કાંઠે રે મેલ્યાં,

ઉપર મેલી છે કંટારી રે; વા’લા ગોકુલ ગ્યાં’તા.

ચીરનાં સારૂડાં કાનુડે ચોર્યાં?

ઉપર ચોરી છે કંટારી રે વાલા ગોકુલ ગ્યાં’તાં.

ચાલોને સૈયરૂં સમાણી રાવેં જાયેં,

જઈ માતા જશોદાને કૈયેં રે વા’લા ગોકુલ ગ્યાં’તાં.

માતા જશોદા, તમારો કાનુડો,

અમારાં હેરણિયાં હેરે રે; વા’લા ગોકુલ ગ્યાં’તાં.

અમારા બારા કા’ન, કંઈ જાણે,

હીરલાની ગોરિયેં હીંચોળું રે; વાલા ગોકુલ ગ્યાં’તા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968