ratun gulabanun phool re - Lokgeeto | RekhtaGujarati

રાતું ગુલાબનું ફૂલ રે

ratun gulabanun phool re

રાતું ગુલાબનું ફૂલ રે

રાતું ગુલાબનું ફૂલ રે,

ગુલાબમાં રમતી’તી!

માડી મારા દિયરજી આણલે આઈવા! ગુલાબમાં.

માડી તે તો જોડ જોડ પાલખી લાઈવા! ગુલાબમાં.

માડી એની પાલખી પાછી વારો! ગુલાબમાં.

માડી મારા જેઠજી આણલે આઈવા! ગુલાબમાં.

માડી તે તો જોડ જોડ વેલડી લાઈવા! ગુલાબમાં.

માડી એની વેલડી પાછી વારો! ગુલાબમાં.

માડી મારા સસરાજી આણલે આઈવા! ગુલાબમાં.

માડી તે તો જોડ જોડ માફલા લાઈવા! ગુલાબમાં.

માડી એના માફલા પાછા વારો! ગુલાબમાં.

માડી મારા પઈણાજી આણલે આઈવા! ગુલાબમાં.

માડી તે તો જોડ જોડ સોટી લાઈવા! ગુલાબમાં.

માડી હું તો સોટીને ઝણકારે જાઉં રે! ગુલાબમાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957