randalna maDh heth ke champo - Lokgeeto | RekhtaGujarati

રાંદલના મઢ હેઠ કે ચંપો

randalna maDh heth ke champo

રાંદલના મઢ હેઠ કે ચંપો

રાંદલના મઢ હેઠ કે ચંપો રોપિયો,

કીયા ભાઈ વાળે ડાળ, કીયા વહૂ ફૂલ વીણે.

બેચરભાઈ વાળે ડાળ, લીલાવહુ ફૂલ વીણે.

કાકામાં બેઠો પૂતર, રાંદલમાંની અરજી કરે

એક આપ્યો ને બીજો આપો, રાંદલમાંને ચરણે નમે,

ત્રીજાની તૃષ્ણા થાય, રાંદલમાંને અરજી નમે,

ચોથો પુરાવે ચોક, રાંદલમાંની અરજી કરે.

પાંચભાઈઓની જોડી રાંદલમાંને ચરણે નમે રે.

રાંદલના મઢ હેઠ કે ચંપો રોપીયો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963