વીંઝણો
winjhno
માતા સોળંસેં કળીનો વીંઝણો
માતા નવસેં કળીનો હાર રે
મારી માતા સરીખો વીંઝણો
માતા ઊભા રે કિયા ભાઈ સેવા કરે
માતા કઈ વહુ લાગે છે પાય રે
મારી માતા સરીખો વીંઝણો
માતા પાયે રે પડાગણ, વહુ ને બેટડા
માતા અખંડ હેવાતણ હોય રે
મારી માતા સરીખો વીંઝણો
માતા અખંડ એ હેવાતણ વહુને ચૂડલો
માતા અખંડ વીરાજીની મોળ રે
મારી માતા સરીખો વીંઝણો
mata solansen kalino winjhno
mata nawsen kalino haar re
mari mata sarikho winjhno
mata ubha re kiya bhai sewa kare
mata kai wahu lage chhe pay re
mari mata sarikho winjhno
mata paye re paDagan, wahu ne betDa
mata akhanD hewatan hoy re
mari mata sarikho winjhno
mata akhanD e hewatan wahune chuDlo
mata akhanD wirajini mol re
mari mata sarikho winjhno
mata solansen kalino winjhno
mata nawsen kalino haar re
mari mata sarikho winjhno
mata ubha re kiya bhai sewa kare
mata kai wahu lage chhe pay re
mari mata sarikho winjhno
mata paye re paDagan, wahu ne betDa
mata akhanD hewatan hoy re
mari mata sarikho winjhno
mata akhanD e hewatan wahune chuDlo
mata akhanD wirajini mol re
mari mata sarikho winjhno



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 184)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શ્રીમતી મનોરમા ભટ્ટ
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959