tarya mata tarya - Lokgeeto | RekhtaGujarati

તાર્ય માતા તાર્ય

tarya mata tarya

તાર્ય માતા તાર્ય

તાર્ય માતા તાર્ય, તાર્ય ત્રિભોવન રાણી

ચંદન પુષ્પ ચડાવું, આરાસુરની ભવાની!

કિયા ભાઈ ઊભલા દરબાર દર્શન દ્યોને ભવાની,

કેયી વહુ લાગે છે પાય મેં તારી સેવા જાણી

માગે છે દહીં ને દૂધ ખોળે પુત્ર ભવાની

માગે ધણીના રાજ જ્યાં લગણ ગંગાનાં પાણી

જિવાડે ઝાઝી જાર તે તમે જાણો ભવાની

કિયા ભાઈ માગે છે નાર તે તમે આપો ભવાની

જિવાડે ઝાઝાં અન્ન તે તમે જાણો ભવાની

કેયી બે’ન માગે છે કંથ તે તમે આપો ભવાની

જિવાડે ઝાઝાં સૂત્ર તે તમે જાણો ભવાની

કેઈ વહુ માગે છે પુત્ર તે તમે આપો ભવાની

જિવાડે ઝાઝાં હીર તે તમે જાણો ભવાની

કેઈ બે’ન માગે છે વીર, તે તમે આપો ભવાની.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 181)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શ્રીમતી મનોરમા ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959