randalna maDh hethya - Lokgeeto | RekhtaGujarati

રાંદલના મઢ હેઠ્ય

randalna maDh hethya

રાંદલના મઢ હેઠ્ય

રાંદલના મઢ હેઠ્ય, રન્નાદે, કિયો ભાઈ ઘોડાં ખેલવે રન્નાદે!

કઈ વહુ લાગે છે પાય, રન્નાદે, મા મારાં દોયલાં ભાંગો રન્નાદે!

દોયલાંનો ભાંગણ ભાણ રન્નાદે, સોયલાં કરશે સૂરજ રન્નાદે!

ભાણે ભાવઠડી ભાંગી રન્નાદે, સૂરજે સાઈડો આપ્યો રન્નાદે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959