randal raho raho re - Lokgeeto | RekhtaGujarati

રાંદલ રહો રહો રે

randal raho raho re

રાંદલ રહો રહો રે

રાંદલ રહો રહો રે,

તમને ક્યા ભાઈ મનાવે, રાંદલ રહો રહો રે.

તમને ફલાણાભાઈ મનાવે, રાંદલ રહો રહો રે.

તમને ચીરના ચંદરવા, રાંદલ રહો રહો રે.

તમને સિંદૂરના જલેયા, રાંદલ રહો રહો રે.

તમને સોનાની સાંકળીઓ, રાંદલ રહો રહો રે.

તમને મોતીનાં અખિયાણાં, રાંદલ રહો રહો રે.

તમને ક્યા ભાઈ મનાવે, રાંદલ રહો રહો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959