paroDhiye parbhat weli - Lokgeeto | RekhtaGujarati

પરોઢિયે પરભાત વેલી

paroDhiye parbhat weli

પરોઢિયે પરભાત વેલી

પરોઢિયે પરભાત વેલી ઉઠું રે રન્નાદેવ!

ધમ છમ વલોણા વલોવું રે રન્નાદેવ!

છમ છમ માખણિયા ઉતારૂં રે રન્નાદેવ!

દહીંને દૂધ મારા પુષ્કરભાઈને પીરસું રે રન્નાદેવ!

ખાટી છાશ ટાઢો રોટલો શશીકલા વહુંને પીરસું રે રન્નાદેવ !

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963