morpinchhano dor mangawi waDle - Lokgeeto | RekhtaGujarati

મોરપીંછાનો દોર મંગાવી વડલે

morpinchhano dor mangawi waDle

મોરપીંછાનો દોર મંગાવી વડલે

મોરપીંછાનો દોર મંગાવી વડલે હીંચોળા બંધાવો રે,

હીંચે રાંદલમાં પાતેળા માને દશે આંગળીયે વેઢ રે,

દશે આંગળિયે વેઢ ઝબુકે ને કાંને ઝબૂકે ઝાલ રે,

થાળ ભરી સીતા વનફળ લાવ્યા લો માતા આરોગો રે.

તારા વનફળ માથે ચઢાવું મારે પહેલો અપવાસ રે,

મોરપીંછાનો દોર મંગાવી વડલ હીંચોળા બંધાવો રે.

હીંચે રાંદલમાં પાતળા માની દશે આંગલીયે વેઢ.

દશે આંગળીયે વેઢ ઝબૂકે માને કાને ઝબૂકે ઝાલ રે,

થાળ ભરી સીતા વનફળ લાવ્યાં લો માતા આરોગો રે,

તારા વનફળ માથે ચઢાવું મારે નવ’દિના અપવાસ.

નવદિ’ના અપવાસ છોડી દશમે દિને કરાવજે પારણું

મોરપીંછાનો દોર મંગાવી વડલે હીંચોળો બંધાવો રે,

હીંચે રાંદલમાં પાતળા માને દશે આંગળીયે વેઢ રે,

દસે આંગળીયે વેઢ ઝબૂકે ને કાને ઝબૂકે ઝાલ રે,

થાળી ભરી સીતા વનફળ લાવ્યા, લો માતા આરોગો રે,

તારા વનફળ માથે ચઢાવું માગ તે હું આપું રે,

માગું દહીં, માગું દૂધ, માગું ગંગાજમના નીરે રે,

રામ જેવા સ્વામી માગું, ખોળે માગું હું પુત્ર રે,

દશરથ જેવા સસરા માગું, દેર જેઠના માગું જોડલા રે,

એટલું માગું રન્નાદેવી અખંડ માગું ચૂડલો રે,

મોરપીંછનો દોર મંગાવી વડલે હીંચોળા બંધાવો રે,

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963