matani waDiman relchhel - Lokgeeto | RekhtaGujarati

માતાની વાડીમાં રેલછેલ

matani waDiman relchhel

માતાની વાડીમાં રેલછેલ

માતાની વાડીમાં રેલછેલ મોગરો, મારાં રાંદલ માને કાજ ટેક.

માતા અમને આપો રે કોદાળી, હું તો વાડીએ રોપવા જાઉં,

માતા અમને આપો રે ઘડુલો, હું તો વાડીઓ સીંચવા જાઉં,

માતાની વાડીમાં રેલછેલ મોગરો, મારાં રાંદલ માને કાજ.

માતા અમને આપો રે દાતરડી, હું તો વાડીઓ નીંદવા જાઉં,

માતા અમને આપો એક ટોપલી, હું તો ફૂલડાં વીણવા જાઉં,

માતાની વાડીમાં રેલછેલ મોગરો, મારાં રાંદલ માને કાજ.

માતા અમને આપો રે દોરીઓ, હું તો ચોસેરા ગૂંથીને લાઉં,

હાર માતાને ગલે પહેરાવી, રન્નાદે માની આરતી ગાઉં,

માતાની વાડીમાં રેલછેલ મોગરો, મારાં રાંદલ માને કાજ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959