maji dew Dungarthi utaryan - Lokgeeto | RekhtaGujarati

માજી દેવ ડુંગરથી ઊતર્યાં

maji dew Dungarthi utaryan

માજી દેવ ડુંગરથી ઊતર્યાં

માજી દેવ ડુંગરથી ઊતર્યાં

મા આવી વસ્યાં ભાવેણા શે’ર મોરી મા,

- ચૌદ ભુવનની જોગણી.

મા, ભાવેણા શે’રના ભૂપતિ એમ ભણે

મારી નગરીમાં રહો દિન નવ મોરી મા,

- ચૌદ ભુવનની જોગણી.

તમે શું બોલ્યા ભોળા રાજવી!

મારી નગરી પડી સૂનકાર મોરી મા,

- ચૌદ ભુવનની જોગણી.

મા દેવ ડુંગરેથી ઊતર્યાં

મા આવી રહ્યાં બ્રહ્મ પોળ, મોરી મા,

- ચૌદ ભુવનની જોગણી.

મા બ્રહ્મપોળમાં કીયો ભાઈ એમ ભણે

મારા ઓરડે રહો દિન ચાર મોરી મા

- ચૌદ ભુવનની જોગણી.

તમે શું બોલ્યા ભોળા માનવી

મારા ઓરડા પડ્યા સૂનકાર મોરી મા

- ચૌદ ભુવનની જોગણી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 179)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શ્રીમતી મનોરમા ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959