liluDo wans DhalukDo Dhaliyo - Lokgeeto | RekhtaGujarati

લીલુડો વાંસ ઢળુકડો ઢળિયો

liluDo wans DhalukDo Dhaliyo

લીલુડો વાંસ ઢળુકડો ઢળિયો

લીલુડો વાંસ ઢળુકડો ઢળિયો

રે વાંસલિયાનો વીંઝણો ઘડિયો.

હરતો ને ફરતો હીરલે જડિયો

માણું મોતી ને પાલી પરવાળે જડિયો

રે વીંઝણલો રાંદલના વરસું જડિયો.

ઊઠો રાંદલના વર સપનાં નિહાળો.

લ્યો રે લોટી ને સીંચો તુળસીનો ક્યારો.

જેમ જેમ તુળસી લ્હેરડે જાય રે

તેમ રે રાંદલના વર નીંદરે ઘેરાય રે.

જેમ જેમ તુળસી ફાલે ને ફૂલે

તેમ રે રાંદલના વરની નીંદરડી ઊડે

લીલુડો

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 185)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શ્રીમતી મનોરમા ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959