aawi aawi wagDa maili - Lokgeeto | RekhtaGujarati

આવી આવી વગડા માઈલી

aawi aawi wagDa maili

આવી આવી વગડા માઈલી

આવી આવી વગડા માઈલી વેલ ધમધમતી ઘુઘુરીઓ, આણા આવીઆ!

મેં જાણ્યું માતાએ ઉતારો ભાવ જો,

દાદાએ વિસારી એમની દીકરી,

મેં જાણ્યું વીરાએ વિસારૂ હેત જો.

ભોજાઈ વિસારી નાની નણદી,

મેં જાણ્યું કાકા આપ્યા બોલ.

કાકીએ સંતાડ્યું એનું કાપડું,

માડીનો જાયો આવ્યો આણે આજ જો.

પ્રીતથી પાસે બેસી કરે વાતડી,

સાંભળો રે મારી માડી જાયા બેન જો.

માતાએ અમોને આણે મોકલ્યા,

ઓરડામાંથી સાસુ કહેસું ભાઈ જો.

તારી રે બેને તો મારા રાચ ફોડીયા,

ફોડી ફોડી રીઠી મારી થાર જો.

ઉપર રે ફોડી એની ઢાંકણી,

આપે વીરો પારના પૈસાય જો.

ઉપર આપે ઢબુ ઢાંકણી,

મેલો મારી બેનીબાને મયર જો,

હવે નઈ ફોડે તમારા રીઢા રાચને.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963