ramaiya ram - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રામૈયા રામ

ramaiya ram

રામૈયા રામ

રામ લક્ષ્મણ બે બંધવા, રામૈયા રામ!

બે ભઈ ચાલ્યા શિકાર, રામૈયા રામ!

રામને લાગી તરશ, રામૈયા રામ!

લક્ષ્મણ વીરા પાણીડા પાવ, રામૈયા રામ!

ઝાડે ચડી જળ જોઈ વળ્યા, રામૈયા રામ!

વનરા તે વનમાં વાવલડી, રામૈયા રામ!

પાણી ભરે બાળકુંવર, રામૈયા રામ!

પાણી ભરી પૂછી વળ્યા, રામૈયા રામ!

ભાઈ તું પરણી છે કે બાળકુંવાર, રામૈયા રામ!

નથી પરણ્યા નથી પરહર્યા, રામૈયા રામ!

હજી લગણ બાળકુંવાર, રામૈયા રામ!

ચોરી ચીતરાવો ચાંપાનેરની, રામૈયા રામ!

પરણે સીતાને શ્રીરામ, રામૈયા રામ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 136)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ